Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગર જિલ્લામાં જૂગાર રમતા 18 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં જૂગાર રમતા 18 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં નાગનાથ સર્કલ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,350 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના ખીમરાણામાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5,610 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બાલવા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4,430 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.2,330 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં નાગનાથ સર્કલ નજીક આવેલા મહેશ્ર્વરીવાસમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અશોક દેવરાજ ધુલિયા, સંજય રાજુ મકવાણા, ભાવેશ ધનજી રાઠોડ નામના ત્રણ શખ્સોને રૂા.10,350 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હિતેન્દ્રસિંહ હેમતસિંહ ચુડાસમા, દેવેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા ભોજુભા જાડેજા, નટુભા ઉમેદસિંહ જાડેજા, પ્રવિણસિંહ ઉર્ફે પોપટભાઈ કેશુભા જાડેજા નામના ચાર શખ્સોને રૂા.5610 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં બાવળની ઝાડીઓમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિજય મોહન વાવેચા, દામજી રાયમલ ચૌહાણ, રવિરાજસિંહ સુખુભા ઝાલા, શૈૈલેષ સુભાષ વાવેચા, રસિક મનજી સાંગેચા, મનસુખ મોહન ડાભી નામના છ શખ્સોને રૂા.4430 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેની ઝુંડપપટ્ટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મધુ રામા સાગઠીયા, પ્રવિણ રૂપા પરમાર, નાથા દેવ ચાવડા, મેઘજી રામજી બોચીયા, રમેશ ચના મહિડા નામના પાંચ શખ્સોને રૂા.2330 ની રોકડ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular