Wednesday, November 13, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર મહાનગરપાલિકાનું 1243 કરોડનું ડ્રાફટ બજેટ

Video : જામનગર મહાનગરપાલિકાનું 1243 કરોડનું ડ્રાફટ બજેટ

- Advertisement -

મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ આજે જામનગર મહાપાલિકાનું 2024-25નું ડ્રાફટ અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યુ હતું. અર્બન પ્લાનિંગ, સર્વિસ પ્લાનિંગ, હેલ્ધી સિટી, વિજ બચત, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, કુદરતી આપતિઓથી રક્ષણ તેમજ પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું અંદાજપત્ર ચર્ચા અને મંજૂરી માટે સ્થાયી સમિતિના ચેરમેન નિલેશ કગથરાને સુપ્રત કર્યુ હતું. આ તકે ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મલ તેમજ મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -

મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ કુલ 1243 કરોડનું અંદાજપત્ર રજુ કર્યુ હતું. આ અંદાજપત્રમાં વર્ષ કુલ 106ર કરોડની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો છે જયારેવર્ષના અંતે 187.87 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં કરદરમાં નવો કોઇપણ પ્રકારનો વધારો સૂચવવામાં આવ્યો નથી. જયારે આગામી સમયમાં શહેરમાં ડીજીટલ લાયબ્રેરી, યોગ સ્ટુડિયો, મીની એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના વિકાસકામો સૂચવવામાં આવ્યા છે. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટની દરખાસ્તો પર સ્થાયી સમિતિ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ તેને આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular