નડીયાદમાં આવેલ ચોખા બનાવતી એક કંપનીએ ત્રણ બેન્કો સાથે 114 કરોડની છેતરપીંડી આચરી હતી જે મામલામાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ 2 સ્થળો પર દરોડા હાથ ધરીને ફેક્ટરીના માલિક સામે ગુન્હો નોંધ્યો છે.
નાદિયાદમાં આવેલ જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ નામની ચોખા બનાવતી કંપની પર વર્ષ આ કંપનીએ વ્યવસાયના વિકાસ માટે બેંક ઓફ બરોડા, ઈ. કોર્પોરેશન બેંક તથા યુનિયન બેંક સાથે 2010થી 2015ના સમયગાળામાં રૂ. 114.06 કરોડની છેતરપિંડી આચરી હતી. ક્રેડીટ ફેસેલીટી મેળવવા માટે ખાનગી કંપનીએ ખોટા દસ્તાવેજો બેંકમાં રજૂ કરીને પૈસા મેળવ્યા હતા. બેંકોમાંથી જે રૂપિયા લીધા હતા તેને અન્ય ટ્રાન્સફર કરી બેંકનું લેણું નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી.
આ મામલે સીબીઆઈએ ગઈકાલના રોજ કંપનીની નડિયાદ સ્થિત ઓફિસ તેમ જ કંપનીની અન્ય બ્રાંચમાં રેડ કરી હતી. જેમાં સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. વર્ષ 2010 લઈ અત્યાર સુધીના બેન્ક તેમજ અન્ય લોકો સાથે કરેલા નાણાકીય લેવડ દેવડની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટો છબરડો બહાર આવ્યો છે. સમગ્ર મામલે CBIએ ફેક્ટરીના માલિક જયેશ ગણાત્રા, બિપિન ગણાત્રા સામે કેસ નોંધ્યો છે.