Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : હાલારના 108 નવ દંપતીઓએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડયા

Video : હાલારના 108 નવ દંપતીઓએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડયા

હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરી.ટ્રસ્ટના ઉપક્રમે આયોજન: ટ્રસ્ટ દ્વારા નિર્મિત્ત કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી જામ્યુકોને સોંપાઈ

- Advertisement -

જામનગર શહેરના આંગણે આજરોજ વિજયાદશમીના પવિત્ર દિવસે શહેરના હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલારના 108 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયા હતાં. આ તકે સંતો-મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશિર્વાદ પાઠવ્યા હતાં તેમજ આ તકે ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત્ત કેદારલાલ સિટી ડિસ્પેન્સરી પણ જામનગર મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવી હતી.

- Advertisement -

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંજુલાબેન હરીદાસ (બાબુભાઈ) લાલ ના જન્મદિવસ નિમિત્તે આજરોજ વિજયાદશમીના શુભદિવસે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓશવાળ સેન્ટરની વિશાળ જગ્યામાં જામનગર શહેરના 74, જામનગર તાલુકાના 10, જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓના 12 તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 12 સહિત કુલ 108 યુગલો લગ્નના પવિત્ર બંધનથી જોડાયા હતાં. આ સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવમાં જોડાયેલી તમામ 108 દિકરીઓને કરિયાવરમાં મંગલસુત્ર સહિતના આભૂષણો, પાનેતર સહિતની કપડાની જોડીઓ તથા ઘર ઉપયોગી ચીજવસ્તુઓ વગેરે મળી કુલ 66 જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત સવારે વરરાજાઓનો ભવ્ય વરઘોડો શહેરના રાજમાર્ગો પરથી નિકળ્યો હતો. જેમાં લાલ પરિવાર પણ સાથે જોડાયો હતો અને વરરાજાઓના સામૈયા કરવામાં આવ્યા હતાં. ઓશવાળ સેન્ટર પર ઉભા કરાયેલા માતૃશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્સવ ધામથી શરૂ થયેલો આ વરઘોડો દિગ્જામ સર્કલ સુધી લઈ જવામાં આવ્યો હતો. જુદાં-જુદાં બેન્ડ સાથે સુશોભિત બગીઓમાં બેસાડીને વરરાજાનો વરઘોડો યોજાયો હતો. આ સામૈયામાં લાલ પરિવારના માતૃશ્રી મંજુલાબેન લાલ પણ જોડાયા હતાં. બેન્ડવાજા અને આતશબાજી સાથે યોજાયેલો આ ભવ્ય વરઘોડો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

- Advertisement -

ઓશવાળ સેન્ટરમાં ઉભા કરવામાં આવેલા માતૃશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્સવ ધામમાં વિશાળ સમિયાણા હેઠળ સર્વ જ્ઞાતિય 108 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. સમૂહલગ્ન દરમિયાન ટ્રસ્ટના મોભી અશોકભાઇ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ તેમજ તેમના માતૃશ્રી મંજુલાબેન એ તમામ યુગલોને આશિર્વાદ પાઠવ્યાં હતાં. આ તકે ટ્રસ્ટના મિતેશ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ, કેદાર (હરી) લાલ સહિતના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરી.ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામ્યુકોની જમીન પર નિર્માણ કરેલ સિટી ડિસ્પેન્સરીની ચાવી જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને અર્પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular