પવિત્ર શ્રાવણમાસમાં અનેક શ્રદ્ધાળુઓ પગપાળા જામનગર નજીક લાલપુર પાસે આવેલા ભોડેશ્વર મહાદેવના દર્શને જતા હોય છે, ખાસ કરીને વધુ સંખ્યા રવિવારે રાત્રે જોવા મળે છે, જયારે જામનગર લાલપુર રોડ ઉપર ભક્તોનું ઘોડાપુર હોઈ છે, આ શ્રદ્ધાળુઓ દ્વારા અનેક પાણી ની બોટલ,વેફર્સ અને અન્ય ખોરાકના પડીકાઓ રસ્તા પર ફેંકી દેવામાં આવતા હોય છે.
આ ઉપરાંત જે જગ્યાએ આ પદયાત્રીઓ માટે કેમ્પ લગાવવામાં આવ્યા હોય છે ત્યાં પણ ફરાળ ની ડિશ પાણી ની બોટલો રસ્તા પર જોવા મળે છે, આવા સમયે લાખોટા નેચર કલબના યુવાન સદસ્યો દ્વારા આ પ્લાસટિક નું દુષણ દૂર કરવા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પેટ્રોલ પમ્પ ના માલિક, કારખાના ના માલિક થી લઈ સરકારી કર્મચારી અને દુકાનદાર પરિવારના યુવાનો જે કદાચ ઘરે પોતાની થાળી પણ લઈ અને ઉટકવા નહીં મુકતા હોઈ અથવા એવું સુખમય જીવન જીવતા હશે કે થાળી ઉટકવા નો તેમને ક્યારેય પ્રશ્ન જ નહીં આવ્યો હોય. તેવા સુખી સંપન્ન પરિવારના યુવાનો માત્ર અને માત્ર પર્યાવરણ ની રક્ષા કાજે અને ગાય કે અન્ય ઢોર ના પેટમાં આ પ્લાસ્તિક રૂપી ઝેર ના જાય તેવા શુભ હેતુ થી આ સફાઈ અભિયાનમાં સતત બે રવિવાર થી જોડાય છે જેમને મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટરની સેવા વિનામૂલ્યે મળે છે, આગામી બે રવિવાર સુધી પદયાત્રીઓના માર્ગ પર આ અભિયાન હજુ ચાલુ રહેશે.