Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કેન્સરની બીમારી સબબ યુવાનનું મોત

જામનગર શહેરમાં કેન્સરની બીમારી સબબ યુવાનનું મોત

આઠ મહિનાથી કેન્સરની બીમારી : ઓપરેશન છતાં તબિયત ન સુધરી : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા રવિપાર્કમાં રહેતાં યુવાનને કેન્સરની બીમારી સબબ તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર રવિપાકમાં રહેતા ફિદાહુશેશ અબ્બાસભાઈ મુરીમા (ઉ.વ.45) નામના યુવાનને છેલ્લાં આઠ મહિનાથી કેન્સરની બીમારી થઈ હતી અને આ કેન્સર સંદર્ભે ઓપરેશન પણ કરાવ્યું હતું. તેમ છતાં તબિયત સારી રહેતી ન હતી દરમિયાન યુવાનને સારવા માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ઈમરાન દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular