Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપૂરઝડપે આવતાં બાઇકે હડફેટ લેતાં બાઇકસવાર યુવાનનું મોત

પૂરઝડપે આવતાં બાઇકે હડફેટ લેતાં બાઇકસવાર યુવાનનું મોત

મહાકાળી સર્કલ નજીક શનિવારે રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત : એક યુવાનને ગંભીર ઇજા : અન્ય બાઇકસવારને સામાન્ય ઇજા : ગંભીર ઘવાયેલા યુવાનની સારવાર કારગત ન નિવડી

- Advertisement -

જામનગર શહેરમાં મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ તરફ જતાં બાઇકસવાર યુવાનને સામેથી પૂરઝડપે બેફિકરાઇથી આવતાં બાઇકસવારે યુવાનના બાઇક સાથે અથડાતાં અકસ્માતાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન સોમવારે રાત્રીના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પોલીસે બાઇકસવાર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરમાં એરફોર્સ ગેઇટની બાજુમાં ઢિંચડા રોડ પર બળદેવનગરમાં રહેતો રાજુભાઇ લક્ષ્મણભાઇ કેસરીયા (ઉ.વ.26) નામનો યુવાન ગત તા. 15ના શનિવારે રાત્રીના સમયે તેની જીજે-10 જે-5859 નંબરના બાઇક પર સમર્પણ સર્કલથી તેના ઘર તરફ જતો હતો તે દરમિયાન મહાકાળી સર્કલ નજીક પહોંચ્યો ત્યારે મહાકાળી સર્કલથી પૂરઝડપે બેફિકરાઇથી આવી રહેલા જીજે-10 ડીસી-9289 નંબરના બાઇકસવારે રાજુના બાઇક સાથે અથડાતાં અકસ્માતમાં રાજુને પછાડી દઇ મોઢા ઉપર તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સ્થળ પર લોહીલોહાણ હાલતમાં ઘવાયેલા રાજુભાઇને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બાઇકચાલકને નાની-મોટી ઇજાઓ થઇ હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાજુભાઇ કેસરીયા (ઉ.વ.26) નામના યુવાનનું સોમવારે રાત્રીના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ ગોવાભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી બાઇકસવાર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular