Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લિપ થતા તરૂણનું મોત

દ્વારકામાં બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લિપ થતા તરૂણનું મોત

- Advertisement -

દ્વારકાના રૂક્ષ્મણી ગેઈટ પાસેથી શનિવારે સાંજના સમયે જીજે-37-એફ 5457 નંબરના મોટરસાયકલ લઈને જાહેર જઈ રહેલા ઇનાયત જાફર સુરાણી નામના યુવાને પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા એકાએક ચાલક ઇનાયતએ મોટરસાયકલના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ બાઈક સ્લીપ થઈ ગયું હતું.

- Advertisement -

આ અકસ્માતમાં બાઈકની પાછળ બેઠેલા 14 વર્ષના ફરિદ નામના તરુણને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક ઇનાયત સુરાણીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ પ્રકરણમાં દ્વારકા પોલીસે હાજીભાઈ અલાનાભાઈ બેતારા (ઉ.વ. 58) ની ફરિયાદ પરથી બાઇક ચાલક ઈનાયત સુરાણી સામે આઈ.પી.સી. કલમ 289, 304 (અ) 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular