જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટી શેરી નં. 2 માં રહેતી અને ઘરકામ કરતી યુવતીને તેના ભાઇએ વહેલી સવારે મેદાનમાં દોડવા જવા માટે મુકવા આવવાની ના પાડતા તેના ઘરે કાપડની ચુંદડ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહરેમાં રણજીત સાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટી શેરી નં.2માં રહેતી બંસીબા ભરતસિંહ પિંગળ(ઉ.વ.22) નામની યુવતીને વહેલી સવારે મેદાનમાં દોડવા માટે જવું હતું. પરંતુ તેણીના ભાઇએ મુકવા આવવાની ના પાડતા મનમાં લાગી આવતાં શુક્રવારે સાંજના સમયે તેના ઘરે છતના હુકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા નો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે ભરતસિંહ પિંગળ દ્વારા જાણ કરતાં હેકો.એન.એફ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.