Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમાતા-પિતાની બિમારીની ચિંતામાં યુવક પુત્રનો કૂવામાં ઝંપલાવી આપઘાત

માતા-પિતાની બિમારીની ચિંતામાં યુવક પુત્રનો કૂવામાં ઝંપલાવી આપઘાત

થોડાં દિવસ અગાઉ પિતાને હાર્ટએટેકનો હુમલો આવ્યો : માતાને પક્ષઘાતનો આંચકો : માતા-પિતાની બિમારીની ચિંતામાં યુવકે જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામજોધપુર તાલુકાના રબારીકા ગામના વાડી વિસ્તારમાં ખેડૂત યુવકે તેના પિતાને હાર્ટએટેક આવ્યો હતો. માતાને પક્ષઘાતનો હુમલો આવ્યા બાદ માતા-પિતાની ચિંતામાં યુવકે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કરતાં હાર્દિકભાઇ દિનેશભાઇ સીતાપરા (ઉ.વ.20) નામના યુવકના પિતા દિનેશભાઇને થોડાં દિવસો અગાઉ હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ તેમની સારવાર ચાલુ હતી. દરમ્યાન યુવકની માતાને પક્ષઘાતનો આંચકો આવ્યો હતો. આમ, માતા-પિતાની બિમારીની ચિંતામાં રહેતાં હાર્દિકએ ગામની સીમમાં આવેલા સવદાસભાઇના ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની મૃતકના પિતા દિનેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ કૂવામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular