ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની સીમ વિસ્તારમાંથી ખંભાળિયા તરફ સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. 10 એ.ઈ. 1088 પર બેસીને આવી રહેલા અરૂણભાઈ હેમતલાલ કુબાવત નામના 45 વર્ષના યુવાન સાથે આ માર્ગ પર પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે અરુણભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક ચાલક અરુણભાઈને માથામાં હેમરેજ સહિતની જુદી જુદી ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જીને આરોપી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટી હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે સાગર વિનોદરાય અગ્રાવત (ઉ.વ. 34, રહે. શ્રીજી સોસાયટી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.