Monday, January 12, 2026
Homeરાજ્યરસ્તા વચ્ચે સળગતા ફટાકડા હાથમાં લઇ યુવકે જોખમી સ્ટંટ કર્યા, વિડીઓ વાયરલ

રસ્તા વચ્ચે સળગતા ફટાકડા હાથમાં લઇ યુવકે જોખમી સ્ટંટ કર્યા, વિડીઓ વાયરલ

ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારમાં એક શખ્સ સળગતા ફટાકડાની લૂમ હાથમાં લઈને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો. જેના પરિણામે વાહનચાલકોએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ જોખમી સ્ટંટની સાથે યુવક પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યો હોવાનું વિડીઓમાં જોઈ શકાય છે.

- Advertisement -

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક યુવક જાહેર રસ્તા પર સળગતા ફટાકડાની લૂમ હાથમાં રાખી ફટાકડા ફોડી રહ્યો છે. એટલું જ નહીં આ યુવાન રસ્તા પર ચારે બાજુએ ફરીને ફટાકડા ફોડી રહ્યો છે. જેના કારણે પસાર થતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular