લાલપુર તાલુકાના આરીખાણા ગામના પાટીયા નજીકથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર લીમડાના ઝાડ સાથે અથડાતા કારના ચાલક યુવાનનું માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં રહેતા પાલાભાઈ રામાભાઈ પાથર તેની જીજે-37-બી-3589 નંબરની કારમાં તેના કૌટુંબિક ભત્રીજા જાદવભાઈ સાથે જામનગરથી તેના ઘર તરફ જતા હતાં ત્યારે શુક્રવારે સાંજના સમયે લાલપુર તાલુકાના આરીખાણા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ચાલક પાલાભાઈએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર લીમડાના ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાલક પાલાભાઈને માથામાં અને જાદવ હીરાભાઈ પાથર નામના યુવાનને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા બન્ને વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ચાલક પાલાભાઈ પાથરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની જાણના આધારે હેકો એ.જે. સીંહલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર તાલુકાના આરીખાણા નજીક કાર ઝાડ સાથે અથડાતા યુવાનનું મોત
પાછળ બેસેલા યુવાનને ઈજા : પોલીસ દ્વારા કાર્યવાહી