લાલપુર તાલુકાના ખળખંભાળિયા ગામમાં રહેતાં યુવાને તેની પત્ની રિસામણે માવતરે જતી રહેતાં મનમાં લાગી આવતાં તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ખળખંભાળિયા ગામના વતની અને હાલ જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં મયુરનગરમાં રહેતાં ભરતભાઇ અમુભાઇ કમેજારીયા(ઉ.વ.35) નામનો યુવાન તેના ખળખંભાળિયા ગામમાં હતો તે દરમ્યાન તેની પત્ની એક સપ્તાહથી રિસાઇને માવતરે જતી રહી હતી. આ બાબતનું મનમાં લાગી આવતાં ભરતે બુધવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. બનાવની મૃતકના પિતા અમુભાઇ દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઇ વી.પી.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.