Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઆર્થિક સંકળામણથી કંટાળી યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

આર્થિક સંકળામણથી કંટાળી યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

બીમારીના કારણે ઘરમાં આર્થિક સંકળામણ : ગુરૂવારે ચાદર વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

જામનગર શહેરના પ્રણામી સ્કૂલ સામેના વિસ્તારમાં રહેતા યુવાને ઘરમાં બિમારીને કારણે થતી આર્થિક સંકળામણથી થતી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પ્રણામી સ્કૂલની સામે આવેાલ રવી એપાર્ટમેન્ટના એસ-2માં રહેતાં કેતુલ જીતેશભાઇ વારા (ઉ.વ.28) નામના યુવાનના ઘરમાં બીમારીના કારણે આર્થિક સંકળામણ અનુભવતા હતા. અને આ આર્થિક સંકળામણથી કંટાળીને કેતુલએ તેના ઘરે રૂમમાં પંખાના હૂકમાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાની મૃતકની માતા શિલ્પાબેન દ્વારા જાણ કરાતા એએસઆઇ એફ. જી. દલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular