જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં રહેતા યુવાનના ચારા પાડતા શખ્સને પૂછપરછ કરતા ત્રણ મહિલા સહિતના પાંચ શખ્સોએ યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા યુવાન અને તેના ભાઈ તથા પત્ની સહિતનાને અપશબ્દો બોલી માર માર્યો હતો.
આ અંંગેની વિગત મુજબ, જામનગર શહરેના ગોકુલનગરમાં રડાર રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી શેરી નં.4માં રહેતા પાલાભાઈ ચાવડા નામનો યુવાનનો પુત્ર સાઈકલ પર પસાર થતો હતો ત્યારે રામદે એ કતરાઈને જોઈ યુવાનના ચારા પાડતા યુવાને આ મામલે પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા રામદે રાયદે, જગદીશ રાયદે, અજીબેન રાયદે, અમીતાબેન રામદે, જાનવીબેન જગદીશ સહિતના પાંચ શખ્સોએ એક સંપ કરી પાલાભાઈને ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પાલાભાઈની પત્ની ઉપર લાકડાનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. ત્રણ મહિલા સહિતના પાંચ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનાવની જાણના આધારે એસસીએટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર શહેરમાં ધરારનગર 1 માં રહેતા સબીર હુશેન બસીર બ્લોચ નામના યુવાનને તેના જ વિસ્તારમાં રહેતા ભદો મામદ હુશેન, મુસ્તાક ફકીર, સબીર ઉર્ફે જોજો વલીસા નામના ત્રણ શખ્સોએ આંતરીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બચાવવા પડેલા યુવાનના મોટાભાઈ બીલાલ ઉપર તથા પત્ની પરવીનબેન ઉપર અને પુત્ર અસગર અલી ઉપર ધોકા વડે માર માર્યો હતો. તેમજ ભાણેજ નવાઝ સહિતના પરિવારજનોને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવની સબીરહુશેન દ્વારા જાણ કરાતા હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.