Saturday, January 10, 2026
Homeરાજ્યહાલારયુવાન ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

યુવાન ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ

રેલવે સ્ટેશન વિસ્તારમાં બે શખ્સોએ આંતરીને ફડાકા ઝીંકયા : શર્ટના ખિસ્સામાં રહેલી રોકડની લૂંટ ચલાવી : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ

ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર વિસ્તારમાં રહેતા કરણભાઈ ઇશ્વરદાસ મેસવાણિયા નામના 38 વર્ષના યુવાન મંગળવારે લાઇટિંગ ડેકોરેશનનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન વિશાલ દુલાભાઈ વરમલ અને નવાબ મહેબુબભાઈ નાગોરી નામના બે શખ્સોએ તેમની પાસે આવી અને કોઈ કારણોસર તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આ પછી આરોપીએ ફરિયાદી કરણને ફડાકા ઝીંકીને કમરપટ્ટા વડે માર મારી, ઈજાઓ પહોંચાડી હતી.

- Advertisement -

આટલું જ નહીં, તેમના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલા રૂપિયા 2200ની રોકડ રકમની લૂંટ પણ ચલાવી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસે કરણ મેસવાણિયાની ફરિયાદ પરથી આરોપી વિશાલ વરમલ અને નવાબ નાગોરી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular