Friday, January 17, 2025
Homeરાજ્યખંભાળિયાના ચકચારી નિર્વસ્ત્ર પ્રકરણમાં સંડોવાયેલા મનાતા યુવાનનો કથિત ત્રાસથી કંટાળીને આપઘાત

ખંભાળિયાના ચકચારી નિર્વસ્ત્ર પ્રકરણમાં સંડોવાયેલા મનાતા યુવાનનો કથિત ત્રાસથી કંટાળીને આપઘાત

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ચર્ચા સાથે દોડધામ : પોરબંદરની એક હોટલમાં આપઘાત કર્યાના અહેવાલો

- Advertisement -

ખંભાળિયા શહેરમાં ગત ડિસેમ્બર માસમાં એક ગઢવી યુવાનને નિર્વસ્ત્ર કરી અને શહેરમાં ફુલેકુ ફેરવવાના પ્રકરણમાં જે-તે સમયે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા ધરપકડ બાદ પાસાના કાગળો તૈયાર કરી, આ અંગેની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી જામીન પર છૂટેલા એક યુવાને આજે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો શહેરભરમાં વાઇરલ થતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. દવા પીધા બાદ આ યુવાન મૃત્યુ તમે હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -


આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા રહેતા ચંદુ અરજણ રૂડાચ નામના એક ગઢવી યુવાનને કોઈ કારણોસર ગત તા.1 ડિસેમ્બરના રોજ અહીંના ભારા જોધા ભોજાણી, તેનાભાઇ પ્રતાપ ભોજાણી વિગેરે દ્વારા અપહરણ કરીને લઇ ગયા બાદ નિર્વસ્ત્ર કરી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવી અને પોલીસ સ્ટેશને લઈ ગયાનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે પોલીસે ચંદુ અરજણ રૂડાચની ફરિયાદ પરથી જે તે સમયે પાંચ યુવાનો સામે વિવિધ કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર નિર્વસ્ત્રકાંડ પ્રકરણ સંદર્ભે પોલીસ દ્વારા સાત શખ્સો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જે યુવાનનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે તે ભારાભાઈ જોધાભાઈ ભોજાણી આજે સવારથી લાપતા બન્યા બાદ તેમના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ વીડિયોમાં તેમના દ્વારા જણાવ્યા મુજબ તેમને ચંદુ અરજણ રૂડાચ, તેમના ભાઈ, તેમના માતા તથા તેમના પત્ની દ્વારા સામે માનસિક રીતે હેરાનગતી કરવા ઉપરાંત તોતિંગ રકમની માગણી કરવામાં આવતી હતી. આથી તેમણે કંટાળીને આખરે ઝેરી દવા પી લેવા માટે મજબુર બન્યા છે.

આ વિડીયો ભારાભાઈ ગઢવીના પરિવારજનોના ધ્યાને આવતા તેમના દ્વારા અહીંની પોલીસને જાણ કરવામાં આવી હતી. જે સંદર્ભે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના નેજા હેઠળ પીએસઆઇ એમ.જે સાગઠીયા તથા સ્ટાફ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પોરબંદર ખાતેની એક હોટલમાં જઈ અને આ વિડિયો બનાવી અને ભારાભાઈ જોધાભાઈ ભોજાણીએ ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું છે.

આ પ્રકરણ સંદર્ભે પોલીસે ચંદુ અરજણ ગઢવી વિગેરેની શોધખોળ આદરી, ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણે સમગ્ર શહેરમાં ભારે ચકચાર સાથે ગઢવી સમાજમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ પ્રકરણની આગળની તપાસ પોરબંદર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular