જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભકામના માટે ગઇકાલે રવિવારે 15 કૂંડી ગાયત્રીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગાયત્રી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ ચોખાથી સ્વાગત કરી પેન અને પુસ્તકો અર્પણ કર્યા હતાં. ત્યારબાદ ગાયત્રી માતા, સરસ્વતી માતા, ગણેશજી તેમજ મૃત્યુંજય મંત્રની આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સ્પીચ આપવામાં આવી હતી. આ યજ્ઞ કાર્યને સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠના હોદ્દેદારો અને કાર્યકરોએ સવારથી ખડે-પગે રહી સેવા આપી હતી.