Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરટ્રાન્સફોર્મર પરથી કબુતર ઉતારવ જતા શ્રમિકનું મોત

ટ્રાન્સફોર્મર પરથી કબુતર ઉતારવ જતા શ્રમિકનું મોત

ગોકુલનગર વિસ્તારમાં રાત્રિના સમયે કબુતર ઉતારવા ટ્રાન્સફોર્મર ઉપર ચડયો : વીજશોક લાગતા નીચે પટકાયો : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ટ્રાન્સફોર્મર પર રહેલાં કબુતરને ઉતારવા જતા યુવકને વીજશોક લાગતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરના શિવનગરમાં રહેતો અને મજૂરી કામ કરતો સની ભાણજીભાઈ ગુજરીયા (ઉ.વ.22) નામનો યુવક ગઈકાલે રાત્રિના સમયે પટેલ એસ્ટેટ ચામુંડા મશીન ટુલ્સના કારખાનાની બાજુમાં આવલા ટ્રાન્સફોર્મર પર કબુતર રહેલું હતું. જેને ઉતારવા માટે ટ્રાન્સફોર્મર પર ચડયો હતો. જ્યાં તેને વીજશોક લાગતા નીચે પટકાતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરન તબોબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા મંગુબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular