માં નવદુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છોટીકાશીના ઉત્સાહી લોકો નવરાત્રિની તૈયારી શરૂ કરી દીધી છે.
નવરાત્રિ પર્વમાં માં નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે. લોકો માતાજીની પૂજા અર્ચના કરીને ગરબા ગાય છે ત્યારે બજારોમાં પણ નવરાત્રિ પૂર્વે ગરબાના વેચાણો શરૂ થઈ ગયા છે. આ વખતે બજારમાં જુદા જુદા અનેક પ્રકારના ગરબાઓ દેખાઈ રહ્યા છે. તેમાં લાઈટવાળા ગરબા, વર્ક, મોતી અને આભલાવાળા જુદા જુદા કલરના અવનવી ડીઝાઇનવાળા ગરબા ખૂબ દેખાઈ રહ્યા છે અને લોકો ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહથી ગરબાની ખરીદી કરતા દેખાઇ રહ્યા છે. નવરાત્રિમાં દર વર્ષે ધીમે ધીમે વાજિંત્રો સાથેની ગરબીનો ક્રેઝ ક્રમશ: ઘટતો જાય છે. તેમના સ્થાને આધુનિક ઉપકરણોએ સ્થાન લઇ લીધું છે. જામનગર શહેર અને જિલ્લામાં 500 થી વધુ જેટલી અર્વાચિન અને પ્રાચિન ગરબીઓનું આયોજન થઈ રહ્યું છે. નવરાત્રિના તહેવારને મનાવવા માટે યુવા હૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.