સુરક્ષા સેતુ અંતર્ગત જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સૌપ્રથમ વખત તિરંદાજીની સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લામાં એક સાથે છ જગ્યાએ તિરંદાજી સ્પર્ધા યોજાઇ હતી. કાલાવડ ટાઉન વિભાગ, ધ્રોલ વિભાગ, જોડિયા વિભાગ, જામજોધપુર વિભાગ, જામનગર અને જામનગર હેડ કવાર્ટરમાં તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પસંદગી પામેલાઓની તિરંદાજીત સ્પર્ધામાં 75 મહિલાઓએ ભાગ લીધો હતો.
તિરંદાજી સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિજેતા અને રનર્સઅપને ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવા તિરંદાજી કરી હતી.