જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાંથી પોલીસે રાત્રિના સમયે કૂટણખાનું ચાલતા સ્થળે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમ્યાન એક મહિલાની આશરે દોઢ કલાક પૂછપરછ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે ? જો કે, બાદમાં આ પ્રકરણ અંગે કોઇ ગુન્હો ન નોંધાતા અનેક તર્કવિર્તકો થઇ રહયા છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં એક મહિલા દ્વારા કૂટણખાનું ચલાવાતું હોવાની જાણના આધારે પોલીસે તપાસ દરમ્યાન વગદાર મહિલાની લઇ આવી પોલીસ સ્ટેશને અંદાજે દોઢ કલાક બેસાડી રાખ્યા બાદ પરત જવા દીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. શહેરીજનોમાં આ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયાની ચર્ચા આગની ફેલાઇ ગઇ હતી. જો કે, આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને પોલીસ સૂત્રોમાંથી પણ કોઇ ચોકકસ વિગતો બહાર આવી નથી. જેના કારણે લોકોમાં આ પ્રકરણ ભીનું સંકેલાઇ ગયું ? કે આવો કોઇ બનાવ બન્યો જ ન હતો ?
જામનગર શહેરના પંચવટી વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું?
પોલીસે એક મહિલાની પૂછપરછ કરી જવા દીધી ? : વગદાર મહિલા હોવાને કારણે ભીનું સંકેલાયું ? : પુરૂષ સ્થળ પરથી નાસી ગયો ?


