બેટ દ્વારકા વિસ્તારમાં બુધવાર તા. 7 ના રોજ પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 યુ. 2781 નંબરના એક ઓટો રિક્ષાના ચાલકે સામેથી આવી રહેલી જી.જે. 07 એ.ટી. 1156 નંબરની અન્ય એક ઓટો રીક્ષાની સામેના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં મહારાષ્ટ્ર જિલ્લાના લાતુર તાલુકામાં રહેતા અનસુયાબેન ચંદ્રકાંતભાઈ ધ્રુર્વે નામના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા બાલાજી માધવરાવ ડોંગરે નામના અન્ય એક મુસાફરને પણ ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે લાતુરના રહીશ સુનિતાબેન રાજુભાઈ પંડિતરાવની ફરિયાદ પરથી બેટ દ્વારકા પોલીસે આરોપી ઓટો રીક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.


