Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસંતાન ન હોવાનું મનમાં લાગી આવતાં મહિલાએ જીંદગી ટૂંકાવી

સંતાન ન હોવાનું મનમાં લાગી આવતાં મહિલાએ જીંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર શહેરમાં પાણાખાણમાં રહેતી મહિલાને સંતાન ન હોય તેનું મનમાં લાગી આવતાં તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પાણાખાણ શેરી નં.10 માં રહેતાં કૈલાશબા રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.44) નામના મહિલાને સંતાન ન હોય તેનું મનમાં લાગી આવતાં ગઇકાલે રવિવારે બપોરે પોતાના ઘરે રસોડામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા જાણ કરતાં હેકો.એમ.એમ.જાડેજા તથા સ્ટાફે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular