લાલપુર તાલુકાના રીંજપર ગામ પાસેના સરધુના વાડી વિસ્તારમાં ગોલાઇ નજીક પુર ઝડપે બે ફિકરાઇથી આવતાં છોટા હાથી વાહનના ચાલકે બાઇકને હડફેટ લેતાં અકસ્માતમાં પતિને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. પોલીસ દ્વારા મૃતકની પત્નીના નીવેદનના આધારે છોટા હાથી વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના રીજપર ગામમાં રહેતા રામદેવભાઇ સોમતભાઇ વસરા નામના પ્રૌઢ બુધવારે બપોરના સમયે તેના બાઇક પર તેની પત્ની લાખીબેન સાથે તેના ઘર તરફ જતાં હતાં તે દરમ્યાન સરધુના વાડી વિસ્તારની ગોલાઇ નજીક પહોંચ્યા ત્યારે સામેથી પુર ઝપડે બેફિકરાઇથી આવતાં જીજે-10-ટીવી-0244 નંબરના વાહન ચલાકે બાઇકને હડફેટ લેતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પત્ની લાખીબેનને મુંઢ ઇજા પહોંચી હતી. જયારે પતિ રામદેવભાઇ સોમાતભાઇ વસરા નામના પ્રૌઢ પતિને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા પત્નીની નજર સમક્ષ મોત નિપજતાં દંપતિ ખંડીત થયું હતું.
આ બનાવ બાદ છોટા હાથી વાહન ચાલક નાશી ગયો હતો અને બનાવ અંગેની મૃતકના પત્ની દ્વારા જાણ કરતાં પ્રો.પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલાં છોટા હાથી વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આંરભી હતી.