જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતી યુવતીને કંકોત્રી લખાવવા ગયેલા અને મોડા આવેલા પતિ સાથે બોલાચાલી થતા આ બાબતનું લાગી આવતા તેણીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોડિયા તાલુકાના મોરાણા ગામ નજીક મધ્યપ્રદેશના યુવાનને પેટમાં દુ:ખાવો અને બળતરા થતા હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં ખીરા ગેરેજ પાસે રહેતાં શાહબાજ હનિફભાઈ ગોધવીયા નામનો યુવાન તેના કાકાના પુત્રના લગ્ન હોવાથી કંકોત્રી લખવા ગયો હતો અને મધ્યરાત્રિના 3:30 વાગ્યાના અરસામાં ઘરે પરત આવ્યો હતો. તેથી તેની પત્ની નાઝમીનને પતિ સાથે મોડા આવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા શનિવારે બપોરના સમયે નાઝમીન ગોધવીયા (ઉ.વ.20) નામની યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ શાહબાજ દ્વારા જાણ કરાતા પીએસઆઇ બી.એસ. વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.