Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપતિ સાથેની બોલાચાલીનું લાગી આવતા પત્નીની આત્મહત્યા

પતિ સાથેની બોલાચાલીનું લાગી આવતા પત્નીની આત્મહત્યા

પતિ સાથે બહાર જવાની બાબતે બોલાચાલી બાદ ઝઘડો : મનમાં લાગી આવતાં દુપટા વડે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર શહેરમાં હર્ષદ મીલની ચાલી પાસેના વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના પતિ સાથે બહાર જવાની બાબતે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હર્ષદ મીલની ચાલી પાસે આવેલા પ્રણામી ટાઉનશીપની શેરી નંબર 6માં રહેતાં જીનલબેન કટારમલ (ઉ.વ.30) નામના મહિલાને તેણીના પતિ દીપકભાઇ કટારમલ સાથે બહાર જવાની બાબતે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનમાં લાગી આવતાં જીનલબેનએ મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઉપરના માળે રૂમમાં આવેલા પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ દીપકભાઇ દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ એલ. બી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular