Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોએ અંગ્રેજીમાં પ્રસિધ્ધ કરેલી પાર્કિંગ પોલીસી કોણ સમજશે !?

જામ્યુકોએ અંગ્રેજીમાં પ્રસિધ્ધ કરેલી પાર્કિંગ પોલીસી કોણ સમજશે !?

મુખ્યમંત્રી ખુદ ગુજરાતીનો આગ્રહ રાખી રહ્યા છે, તો પોલીસી ડ્રાફટ ગુજરાતીમાં પ્રસિધ્ધ ન કરી શકાય ?!

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા આજે તેની પાર્કિંગ પોલીસીની જાહેર પ્રસિધ્ધિ કરવામાં આવી છે અને આ પોલીસી અંગે જાહેર જનતા પાસેથી વાંધા સુચનો માગવામાં આવ્યા છે. ત્યારે આશ્ર્ચર્યની વાત એ છે કે, કુલ 46 પેઇજ ધરાવતી આ પાર્કિંગ પોલીસીનો ડ્રાફટ અંગ્રેજીમાં પ્રસિધ્ધિ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્નએ ઉઠે છે કે, કેટલા લોકો અંગ્રેજી વાંચી સમજી શકશે? રાજયના મૂખ્યમંત્રી ખુદ ગુજરાતીનો આગ્રહ રાખી રહ્યા છે ત્યારે સામાન્ય પ્રજાને સ્પર્શતી આ મહત્વની પોલીસીનો ડ્રાફટ માત્ર અંગ્રેજીમાં કેમ? પોલીસી ડ્રાફટને અંગ્રેજી સાથે ગુજરાતીમાં પ્રસિધ્ધ ન કરી શકાય ?

આ અંગે ‘ખબર ગુજરાતે’ ટાઉનપ્લાનિંગ અધિકારી ઉર્મિલ દેસાઇનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ પોલીસી મેટર અને બાયલોઝ અંગ્રેજીમાં જ પ્રસિધ્ધ કરવામાં આવે છે. કેટલાંક શબ્દ એવા હોય છે જેનું ભાષાંતર કરવામાં આવે તો તેનો અર્થ ફરી જતો હોય છે. આથી સુચના અનુસાર બાયલોઝ અંગ્રેજીમાં જ પ્રસિધ્ધ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોમન જીડીસીઆર પણ સામાન્ય લોકોને સ્પર્શતો હોવા છતાં તેના બાયલોઝ અંગ્રેજીમાં જ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. તેમ છતાં જો કોઇ નાગરિક કોઇ નિયમો સમજવા માગતા હોય તો ટાઉન પ્લાનિંગ કચેરીમાંથી તે અંગેનું માર્ગદર્શન મેળવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular