Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં કોણે રેકોર્ડ તોડયો...

જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં કોણે રેકોર્ડ તોડયો…

ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશી, ખજાનચી નારણભાઈ ગઢવી બિનહરીફ : મંત્રી તરીકે મનોજભાઇ ઝવેરી, સહમંત્રી તરીકે વનરાજસિંહ ચુડાસમા : લા. મંત્રી તરીકે જયદેવસિંહ જાડેજા ચૂંટાયા

- Advertisement -

જામનગર બાર એસોસિએશનના આગામી વર્ષ 2022 માટે કારોબારી સમિતિની ચૂંટણી શુક્રવારે મતદાન યોજાયું હતું અને મોડીરાત્રિના મત ગણતરી હાથ ધરવામાં આવતા જેમાં રેકોર્ડ બ્રેક આઠમી વખત પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા વિજેતા થયા હતાં તેમજ ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશી વિજેતા થતા નવા હોદેદારોને સભ્યો તથા મિત્ર વર્તુળો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

- Advertisement -

bar asosiasan

જામનગર બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદેદારોની શુક્રવાર યોજાયેલી ચૂંટણીમાં ભારે ઉત્સાહ સાથે સભ્યોએ મતદાન કર્યુ હતું. આ મતદાન પૂર્વે ખજાનચી તરીકે ગઢવી નારણભાઇ બિનહરીફ જાહેર થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઈબે્રરી મંત્રી તથા કારોબારી સભ્યો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ચૂંટણી કમિશનર બી.ડી.ગોસાઈના નેજા હેઠળ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે ભરતભાઇ સુવા તથા નાથાલાલ ગોહિલએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખપદ માટે અશોક જોશી તથા ભરતસિંહ જાડેજા, મંત્રી માટે મનોજ ઝવેરી, કિશોરસિંહ ઝાલા તથા ગિરીશ સરવૈયા, સહમંત્રી માટે ઘોરી અબરાર અલી, જોગડીયા જાગૃતિબેન તથા ચુડાસમા વનરાજસિંહ, લાયબ્રેરી મંત્રી જાડેજા જયદેવસિંહ તથા માજોઠી એઝાઝએ ઉમેદવારી નોંધાવી છે. આ હોદ્ેદારોની મતદાનની પ્રક્રિયા સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થઈ હતી. આ ઉપરાંત કારોબારી સભ્યો માટે ઠાકર મૃગેન, ભાલારી દિપક, કે.કે. વિસરીયા, હરવરા મિતુલ, સચિન વોરીયા, ગરડર દિપક, સફિયા અહેમદ, કંચવા રઘુવીરસિંહ, સોલંકી રવિ, મણિયાર નયન, પોપટ ચાંદની તથા ગણાત્રા પરેશએ દાવેદારી નોંધાવી છે. આજે મતદાનનો પ્રારંભ થતાં વકીલો મોટીસંખ્યામાં મતદાન કરવામાં ઉપસ્થિત રહ્યાં છે.

- Advertisement -

મત ગણતરીના અંતે બાર એસોસિએશનના રેકોર્ડબ્રેક આઠમી વખત પ્રમુખ બનતા ભરતભાઇ એસ. સુવાને 584 મત મળતા ભવ્ય વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશીને 395 મત મળતા વિજયી અને મંત્રી મનોજભાઈ ઝવેરીને 508 મત મળતા વિજયી તેમજ સહમંત્રી તરીકે ચુડાસમા વનરાજસિંહને 355 મત તથા લા. મંત્રી જયદેવસિંહ જાડેજાનેે 542 મત મળતા વિજેતા જાહેર થયા હતાં તેમજ કારોબારીના સભ્યો તરીકે વિજેતા થયેલા પરેશ આર. ગણાત્રાને 503 મત, મૃગેન એમ. ઠાકરને 472 મત, કંચવા રઘુવીરસિંહને 370 મત, ચાંદનીબેન પોપટને 347 મત, વિસકિયા કે.કે. ને 309 મત, ગચ્છર દિપકભાઇ કે. ને 305 મત, હરવરા મિતુલ ડી.ને 292 મત મળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular