રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલા ફન બ્લાસ્ટમા ક્રેઝી જમ્પ રાઈડનો આનંદ લેતી વખતે એક યુવક ધડામ દઈને જમીન પર પટકાયો હતો. આ ઘટના ગત તા.9 ફેબ્રુઆરીની છે પરંતુ સોશિયલ મીડિયામાં હાલ વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. ક્રેઝી જમ્પ રાઈડનો આનંદ લેતી વખતે યુવક જમીન પર પટકાતા તેને કમરમાં ચાર જેટલા ફ્રેકચરની ઈજાઓ પહોચી હતી.
#Gujarat #rajkot #Video #Viralvideo #khabargujarat
રાજકોટમાં ક્રેઝી જમ્પ રાઈડનો આનંદ લેતી વખતે યુવક નીચે પટકાયો
કરોડરજ્જુમાં ચાર જેટલા ફ્રેકચરની ઈજાઓ
અનેક લોકો વારંવાર પટકાતાં હોવાને કારણે આખરે રાઈડ બંધ કરી દેવાઈ pic.twitter.com/mf2v0sifYE
— Khabar Gujarat (@khabargujarat) February 22, 2022
રાજકોટમાં બિઝનેસમેન અને આરટીઓના નિવૃત્ત ઈન્સ્પેક્ટર જે.વી.શાહના પુત્ર યશ શાહ ક્રેઝી જમ્પ રાઈડનો આનંદ લેતી વખતે જમીન પર પટકાયા હતા અને સંચાલકે રાઈડ પાસે પૂરતી સંખ્યામાં બોલ કે સ્પંજ નહીં રાખતાં યશ શાહને કમરમાં ચાર જેટલા ફ્રેકચરની ઈજાઓ પહોચી હતી. આ ઘટના બન્યા બાદ ‘ફન બ્લાસ્ટ’ના માલિક આશિષ રાઠોડે રાઈડ બંધ કરી દીધી છે.