ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. કુલ 25 મંત્રીની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે 17 ઓકટોબરના સવારે 11-30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે શપથ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતાં. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત 25 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતાં. આ મંત્રીઓને કયુ ખાતુ ફાળવવામાં આવ્યું તેની યાદી નીચે મુજબ છે.


