Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતમહાનગરપાલિકાઓની ચૂંટણીઓની મતગણતરી કયારે ?: આવતીકાલે શુક્રવારે ચૂકાદો

મહાનગરપાલિકાઓની ચૂંટણીઓની મતગણતરી કયારે ?: આવતીકાલે શુક્રવારે ચૂકાદો

23મીએ મતગણતરી છે, 28મીએ પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું મતદાન છે : અગાઉ આ પ્રમાણે જાહેરાત થઇ હતી

- Advertisement -

- Advertisement -

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાઓની તથા પંચાયતોની ચૂંટણી માટેના મતદાન પહેલાં રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય સામે થયેલી અરજી પર સુનાવણી પૂરી થતાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટ આવતી કાલે શુક્રવારે આ મુદ્દે તેનો ચુકાદો આપશે. એમ આજે ગુરૂવારે જાહેર થયું છે.

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવાવો જોઈએ.

- Advertisement -

રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 ફેૂબ્રુઆરીએ હાથ ધરાશે. નગરપાલિકાની તથા પંચાયતોની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે. એમ અગાઉ જાહેર થયેલું છે. પરંતુ મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી કઇ તારીખે હાથ ધરવામાં આવશે? તે ચૂકાદો આવતીકાલે શુક્રવારે જાહેર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular