હાલના સમયમાં લોકોનું ડિજીટલાઈઝેશન વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે લોકો ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ વિન્ડો પરથી ટિકિટ લેતા ઓછા થઈ ગયા છે. પરંતુ હજુ પણ ઘણાં લોકો વિન્ડો પરથી જ ટિકિટ લેવાનું પસંદ કરે છે. ત્યારે ટ્રેનની ટિકિટ ગુમ થઈ જવા અથવા તો ફાટી જાય ત્યારે ઘણાં મુસાફરોને ટીટીઈ પરેશાન કરતા હોય છે. ત્યારે આ પરેશાનીમાંથી હવે મુકતી મળશે.
જો તમારી કન્ફર્મ ટિકિટ ખોવાઈ જાય છે અને તમારી મુસાફરી કરવી જરૂરી હોય તો તમે કાઉન્ટર કરવી જરૂરી હોય તો તમે કાઉન્ટર પરથી ડુપ્લીકેટ ટિકિટ મેળવી શકો છો. આ ડુપ્લીકેટ ટિકિટ કન્ફર્મ અને આરએસી ટિકિટ પર જ આપવામાં આવે છે.
ડુપ્લીકેટ ટિકિટ માટે કેટેગરી પ્રમાણે ચાર્જીસ લેવામાં આવે છે. સ્લીપર માટે રૂા.50 અન્ય કેટેગરી માટે 100 ત્યાં જ ફાટેલી અથવા નુકસાન પામેલ ટિકિટ માટે ટિકિટની રકમના 25 ટકા ચૂકવવા પડે છે. રદ્દ ટિકિટ માટે રિઝવેશન ચાર્ટ તૈયાર કર્યા પછી ડુપ્લીકેટ ટિકિટ બનાવવામાં આવે છે. જ્યારે ક્ધફર્મ અને આરએસી ટિકિટ માટે ચાર્ટ તૈયાર કરતાં પહેલાં ડુપ્લીકેટ ટિકિટો બનાવવામાં આવે છે. ખોવાયેલી ટિકિટ મળી જાય તો રીફંડ પણ મળી જશે. 20 રૂપિયા અથવા 6 ટકા બાદ કર્યા પછી રીફંડ આપવામાં આવશે.