Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસPCOD અને PCOS વચ્ચે શું તફાવત...?? જાણો...

PCOD અને PCOS વચ્ચે શું તફાવત…?? જાણો…

આજની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આહાર, બેઠાળું જીવન, તણાવ વગેરે જેવા પરિબળો, વ્યક્તિના જીવન પર અસર કરી રહ્યા છે ત્યારે મોટાભાગની સ્ત્રીઓ હાલ PCOD અને PCOS થી પીડાઈ રહી છે ત્યારે આ બન્ને વચ્ચે શું તફાવત છે તે જાણવુ પણ જરૂરી છે. ઘણાં લોકો બન્નેને સમાન સમજે છે પરંતુ, બન્ને વચ્ચે ફકત છે. ત્યારે ચાલો આ બન્ને વચ્ચેનો ફરક સમજીએ તેને કઇ રીતે ઓળખી શકાય અને તેની સારવાર કેવી રીતે કરી શકાય તે જાણીએ…

- Advertisement -

PCOD એટલે કે પોલિસિસ્ટિક અંડાશય રોગ અને PCOS પોલિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ વચ્ચે શું તફાવત છે. ઘણીવાર સ્ત્રીઓ આ બન્નેને એક જ માને છે પરંતુ તેમની વચ્ચે કેટલાં મહત્વપૂર્ણ તફાવતો છે જેની યોગ્ય ઓળખ અને સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજના તણાવપૂર્ણ અસંતુલિત જીવન અને વ્યસ્ત જીવનશૈલીમાં, મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને હોર્મોનલ અસંતુલનને લગતા રોગોની સંખ્યા ઝડપથી વધી છે. આમા PCOD અને PCOS સૌથી સામાન્ય પરંતુ, ગંભીર સમસ્યાઓ છે. ઘણીવાર સ્ત્રીઓ આ બન્નેને સમાન માને છે. પરંતુ, તેમની વચ્ચે મુળભુત તફાવત છે યોગ્ય સારવાર માટે તેમને સફાવત સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. PCOD એ હોર્મોનલ અસંતુલન સાથે સંબંધિત એક રોગ છે. જેમાં સ્ત્રીના અંડાશય સામાન્ય કરતા વધુ ઈંડા ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જે સંપૂર્ણપણે વિકાસ કરી શકતા નથી અને ધીમે ધીમે કોથળીઓનું સ્વરૂપ લે છે. આના કારણે માસિક સ્ત્રાવ અનિયમિત થાય છે. અને કયારેક ગર્ભધારણ કરવું મુશ્કેલ બની જાય છે. સારી વાત એ છે કે જીવનશૈલી બદલીને PCOD ને નિયંત્રિત કરી શકાય છે.

- Advertisement -

PCOS શું છે ? એકસપર્ટ કહે છે કે, PCOS એક ગંભીર સ્થિતિ છે જે માત્ર અંડાશયને જ નહીં પરંતુ મેટાબોલિક અને એન્ડ્રોકાઈન ડિસઓર્ડર પણ છે આમા શરીરમાં એન્ડ્રોજન એટલે કે પુરૂષ હોર્મોનનું સ્તર વધે છે. જેના કારણે સ્ત્રીઓને ચહેરા પર વાળ, વધુ પડતા ખીલ, વજનમાં વધારો, અનિયમિત માસિક સ્ત્રાવ અને વંધત્વ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ફકત આહાર અથવા કસરત દ્વારા PCOS થી રાહત મેળવવી મુશ્કેલ છે અને તેના માટે ડોકટરનું માર્ગદર્શન અને દવાઓની પણ જરૂર પડી શકે છે. PCOD અને PCOS વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે PCOD માં સ્ત્રીઓ સામાન્ય કરતા થોડી વધુ ઈંડા ઉત્પન્ન કરે છે પરંતુ, તે અનિયમિત હોય છે જ્યારે PCOS માં ઓવ્યુલેશન કયારેક સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. આના કારણે PCOS માં ગર્ભાવસ્થાની શકયતા પણ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત ભવિષ્યમાં PCOS ને કારણે ડાયાબિટીસ હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

PCOD અને PCOS ના લક્ષણો એકદમ સરખા છે જેમ કે અનિયમિત માસિક સ્ત્રાવ, વજન વધવું, ચહેરાના વાળ, વાળ ખરવા, થાક અને મુડ સ્વીંગ પરંત, જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો ડોકટર પાસે તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બન્ને સ્થિતિઓને નિયંત્રિત કરવા માટે સૌ પ્રથમ જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. દરરોજ કસરત કરવી, સ્વસ્થ અને સંતુલિત ખોરાક લેવો, તણાવ ઓછો કરવો અને પુરતી ઉંઘ લેવી આ બન્ને રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડોકટરની સલાહ પર કેટલીક હોર્મોનલ દવાઓ ઈન્સ્યુલિન પ્રતિકાર નિયંત્રિત કરતી દવાઓ અને કયારેક પુરક પણ જરૂરી હોઇ શકે છે. ઘણીવાર સ્ત્રીઓ આ લક્ષણોને હળવાશથી લે છે અને સારવારમાં વિલંબ કરે છે. જેના કારણે ભવિષ્યમાં ગર્ભાવસ્થામાં સમસ્યાઓ અથવા મેટાબોલિક રોગોનું જોખમ વધે છે તેથી સ્ત્રીઓએ તેમના શરીરના સંકેતોને ગંભીરતાથી લેવુ અને સમયસર પરિક્ષણ અને સારવાર કરાવવી મહત્વપૂર્ણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular