Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતસંભવિત વાવાઝોડા અંગે ઝૂમઅર્થ શું કહે છે?: જાણો..

સંભવિત વાવાઝોડા અંગે ઝૂમઅર્થ શું કહે છે?: જાણો..

- Advertisement -

ઝૂમઅર્થ નામની વેબસાઇટે આજે સવારે 8:00 વાગ્યે વેધરરિપોર્ટમાં જણાવ્યું છે કે, હાલમાં દરિયાની અંદર રહેલાં ચક્રવાતની ઓછામાં ઓછી ગતિ 95 કિમી અને વધુમાં વધુ ગતિ 205કિમી. છે. પાછલાં છ કલાકથી નવ કિમી./કલાક એટલે કે, પાંચ દરિયાઇ માઇલ(નોટ)ની ઝડપે આ વાવાઝોડું ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારા તેમજ કચ્છના અખાત નજીકના વિસ્તાર તરફથી આગળ વધી પાકિસ્તાનના કરાંચી તરફ જશે એવો વર્તારો છે. આ વાવાઝોડુ હાલની સ્થિતિથી કરાંચી સુધી પહોંચવા 1469 કિમી.નું અંતર કાપશે.
આજે શનિવારે સવારે 8:00 વાગ્યે લેવામાં આવેલી ઇમેજ દર્શાવે છે કે, આ વાવાઝોડું ભાવનગર અથવા દક્ષિણ ગુજરાતને સ્પર્શ કરશે નહિં. પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા વેરાવળ-પોરબંદર-જામનગર અને દ્વારકાના કેટલાંક ભુમિ વિસ્તારોને તેજ પવનનો અહેસાસ કરાવી કચ્છના અખાત પરથી પસાર થઇ કરાંચી તરફ ફંટાઇ જશે.
આજે સવારે 5:30 વાગ્યે આ વાવાઝોડાની ગતિ પ્રતિકલાક 95 કિમી રહી હતી. આજે શનિવારે સાંજે આ ગતિ 120 કિમી. અને આવતીકાલે રવિવારે સવારે 5:30 વાગ્યે ગતિ 140 કિમી. રહેવાનું અનુમાન છે. ગોવાના દરિયાકિનારા નજીકથી પસાર થતું આ વાવાઝોડું મુંબઇથી દુરના દરિયામાં થઇ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ચારેક જિલ્લાઓને સ્પર્શી કરાંચી તરફ જવાની સંભાવનાઓ છે. આજે સવારની ઇમેજ પરથી દેખાઇ રહ્યું છે કે, જામનગર અને દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું વધુ તાકાત દેખાડશે નહીં પરંતુ તેની દિશા કરાંચી તરફની હોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દુર સરકી પાકિસ્તાન તરફ જતું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular