મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી, જે બાદ આજરોજ મુખ્યમંત્રી જામનગર એરપોર્ટ પર પહોંચતા જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી સાથે પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા જોડાયા હતા.
મુખ્યમંત્રીને આવકાર આપવા માટે એરપોર્ટ ખાતે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા કલેકટર સૌરભ પારધી, એસ.પી.દીપન ભદ્રન,કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને પ્રાંત અધિકારી આસ્થા ડાંગર વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.