ખંભાળિયાના યુવા અગ્રણી સુરપાલસિંહ ચુડાસમાને પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પૂર્વ મહામંત્રી સુરપાલસિંહ ચુડાસમા જિલ્લામાં ભાજપની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેમની આ મહત્વની વરણીને સમગ્ર જિલ્લાના આગેવાનો- હોદ્દેદારો તેમજ રાજપુત સમાજ દ્વારા આવકારી અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.