Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપિરોટન ટાપુના પ્રતિબંધને હટાવવાના નિર્ણયને આવકારતું શ્વાસ ઇન્ડિયા

પિરોટન ટાપુના પ્રતિબંધને હટાવવાના નિર્ણયને આવકારતું શ્વાસ ઇન્ડિયા

- Advertisement -

જામનગરથી આશરે 12 નોટિકલ માઇલ દૂર પિરોટન ટાપુ આવેલ છે. નૈસર્ગિંક વાતાવરણમાં દરિયાઇ જીવસૃષ્ટિને જોવા અને તે વાતાવરણને માણવા માટે પિરોટન ટાપુ એ એક ઉત્તમ સ્થળ છે. મેરિન નેશનલ પાર્કનો એક ભાગ છે. વર્ષ 1980માં ઓખાથી જોડિયા સુધીના 110 કિ.મી.ના દરિયાઇ વિસ્તારને મેરિન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

42 નાના-નાના ટાપુઓ આ મેરિન નેશનલ પાર્કમાં આવરી લેવામાં આવ્યા છે તથા દરિયાઇ સૃષ્ટિના જતન અર્થે વાઇલ્ડલાઇફ પ્રોટેકશન એકટ 1972 લાગુ કરવામાં આવેલ છે. મેરિન નેશનલ પાર્કમાં વિવિધ 70 જેટલી જળચર પ્રજાતિઓ, 52 પ્રકારના કોરલ્સ અને 44 પ્રકારના વિવિધ હાર્ડ કોરલ્સ તથા લગભગ 90 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. દરિયાઇ જીવસૃષ્ટિને જાણવા સમજવા માટે મેરિન નેશનલ પાર્ક ઉત્તમ સ્થળ છે.

મેરિન નેશનલ પાર્ક અંતર્ગત આવતા 42 ટકાપુઓ પેકી સહુથી રમણિય ટાપુ પિરોટન છે. જામનગરથી આશરે 12 નોટિકલ માઇલ અર્થાંત 22 કિ.મી. દરિયાઇ સફર પછી આ ટાપુ સુધી પહોંચી શકાય છે. કુદરતના આ અદ્ભૂત સર્જનને માણવુ એ દરેક વ્યક્તિ માટે જીવનના સંભારણા સમાન બની રહે છે. આ તબક્કે પિરોટન ટાપુ પર જીવસૃષ્ટિ અભ્યાસ અર્થે જવા માટે અનુમતિ આપવાની પ્રક્રિયા ચીફ વાઇલ્ડ વાઇફ વોર્ડન દ્વારા પ્રતિબંધ હટાવી લેવાયો છે. આ નિર્ણયને શ્ર્વાસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકર સહિત સંસ્થાના સભ્યો દ્વારા આવકારવામાં આવ્યો છે. તેમ શ્ર્વાસ ઇન્ડિયાના પ્રવક્તા રાહુલભાઇ સોઢાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular