Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરનવાગામ ઘેડ, સોલેરિયમ, સમર્પણ, રણજીતનગર ઝોનમાં કાલે પાણીકાપ

નવાગામ ઘેડ, સોલેરિયમ, સમર્પણ, રણજીતનગર ઝોનમાં કાલે પાણીકાપ

- Advertisement -

જામનગર શહેરમાં નવાગામ ઘેડ, સોલેરિયમ, સમર્પણ અને રણજીતનગર ઝોન વિસ્તારમાં આવતીકાલે પાઇપલાઇન શિફટીંગ કામગીરીના કારણે પાણી વિતરણ બંધ રહેશે. વિતરણ બંધના બીજા દિવસે પાણી વિતરણ થશે.

- Advertisement -

તા.27/05/23ના રોજ ખિજડીયા ફીલ્ટર પ્લાન્ટથી જામનગર સીટીમાં જુદા જુદા ઈ.એસ.આર./ઝોનમાં પાણી પુરૂ પાડતી મુખ્ય પાઈપ લાઈન ગુરૂદ્વારા સર્કલ પાસે ઓવરકબ્રિજના કામમાં નડતરરૂપ હોય જે મુખ્ય પાણીની પાઈપ લાઈન શીફ્ટીંગ કરવામાં આવ્યુઁ છે, તેનુ જોડાણ કામ તા. 27ના રોજ કરવામાં આવનાર છે, જેથી નવાગામ ઘેડ, બેડી સોલેરીયમ, સમર્પણ અને રણજીતનગર ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેવા પામશે નવાગામ ઘેડ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો માટેલ ચોક, રાજ રાજેશ્વરી, ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, શકિત પાર્ક, વિનાયક પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મણનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ,ગાયત્રી શેરી નં.1,2,3, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, 80 કવાર્ટર મધુરમ રેસીડેન્સી વિગેરે વિસ્તારો બેડી ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો થરી-1,2, ઈકબાલ ચોક, રોરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ, ચાંદની ચોક, કરીમ જામનુ નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયા વાળો ડેલો, હાઉસીંગ બોર્ડ પંપ્ચની ચાલી,વૈશાલીનગર શેરી નં, 1 થી 7, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ જુનુ, ખેક્ડે એક બાપુ વિગેરે વિસ્તાર સોલેરીયમ ઝોન-બી ગાંધીનગર મેઈન રોડ , મોમાઈનગર-1 થી પ, ગ્રોફેડ, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા.,પટેલ કોલોની 1 થી 1ર મગલબાગ 1 થી 4, આહીર બોર્ડીંગ પુનાતર હોસ્પિટલવાળો વિસ્તાર વિગેરે સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ઓશવાળ-2,3,4 પટેલ નગરી, ઝેવલીયાવાડી, શિવમ સોસાયટી, મહાવીરપાર્ક, સિધ્ધી પાર્ક, ગોકુલધામ, દવાબજાર, જોઈસરપાર્ક, વાસાવીરા, મયુરાવિલા, પંડીત દોન દયાલ આવાસ, ધરારનગર-1ના તમામ વિસ્તારો રણજીતનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો પ્રગાતિ પાર્ક-1,ર, કૃષ્ણનગર, સત્યમ કોલોની તથા મેઈન રોડનો વિસ્તાર, રણજીતનગર નવો જુનો હુડકો, ઓશવાળ કોલોની, કૃષ્ણ કોલોની, હાથી કોલોની, શ્રીનિવાસ કોલોની, વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular