Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર માટે જુલાઈ અંત સુધીનું પાણી ઉપલબ્ધ

જામનગર શહેર માટે જુલાઈ અંત સુધીનું પાણી ઉપલબ્ધ

- Advertisement -

જામનગર મહાપાલિકાના કમિશનર વિજય ખરાડી અને જીલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીએ આજે રણજીતસાગર ડેમની મુલાકાત લઇ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીની સ્થિતિ અંગેની સમિક્ષા કરી હતી.

- Advertisement -

જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં 31 જુલાઈ સુધી શહેરને હાલના ધોરણે પાણી વિતરણ થઇ શકે તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. રણજીતસાગર ડેમમાં 489 MCFT, સસોઈમાં 315 MCFT, ઊંડ-1માં 305 MCFT તથા આજી-3માં 681 MCFT પાણી ઉપલબ્ધ છે. જે જામનગર શહેર માટે 31 જુલાઈ સુધી પર્યાપ્ત છે. શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. જે માટે 120 થી 130 MLD પાણીની જરૂરિયાત રહે છે. જે ઉપરોક્ત ચારેય જળાશયોમાં સંયુક્ત રીતે મેળવવામાં આવે છે. આમ જો વરસાદ ખેંચાય તો પણ આગામી જુલાઈ અંત સુધી જામનગર શહેરમાં નિયમિત પાણી મળી રહેશે. ત્યારબાદ પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે અને શહેરનો આધાર નર્મદાના નીર પર આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular