રાજસ્થાનના રાજસમંદમાં પોતાના નાના ભાઈ-બહેનના લગ્નના નાચતા નાચતા યુવક અચાનક ઢળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે. કરતવાસ ગામમાં રાતે 9 વાગે વરઘોડા પરત ફરી રહ્યો હતો અને તે ઘરેથી માત્ર 300 મીટરના અંતરે જ હતો ત્યારે અચાનક જ નારાયણલાલ ડાન્સ કરતાં કરતાં પડી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું.
#rajasthan #video #news #updates #Khabargujarat
રાજસ્થાનના રાજસમંદમાં એક લગ્નમાં વરઘોડામાં નાચતાં નાચતાં યુવકનું મોત
યુવકના ભાઈના 7 ડિસેમ્બરે અને બે બહેનનાં 11 ડિસેમ્બરે લગ્ન હતાં pic.twitter.com/H7kIctY5On
— Khabar Gujarat (@khabargujarat) December 7, 2021
27 વર્ષીય નારાયણલાલના ભાઈના 7 ડિસેમ્બરે અને બે બહેનનાં 11 ડિસેમ્બરે લગ્ન હતાં. પરંતુ તે પહેલા જ મોટાભાઈનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.