Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરનવરાત્રિ દરમિયાન પોલીસનું ડ્રોન દ્વારા મોનીટરીંગ જુઓ આકાશી દ્રશ્યો - VIDEO

નવરાત્રિ દરમિયાન પોલીસનું ડ્રોન દ્વારા મોનીટરીંગ જુઓ આકાશી દ્રશ્યો – VIDEO

નવરાત્રિ દરમિયાન પોલીસનું ડ્રોન દ્વારા મોનીટરીંગ જુઓ આકાશી દ્રશ્યો

- Advertisement -

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સર્વેલન્સ, પેટ્રોલિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપનનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સર્વેલન્સ ટીમે “નાઈટ વિઝન ડ્રોન કેમેરા” થી વિવિધ સ્થળો પર દેખરેખ રાખી હતી.

- Advertisement -

સિટી-એ ડિવિઝન પોલીસ ટીમે ગરબા ગ્રાઉન્ડસ, પાર્કિંગ કમ્પાઉન્ડ, એસ.ટી.બસ ડેપો, ભીડભાડવાળી જગ્યાઓ તથા અવાવરૂ સ્થળો પર ડ્રોન થી સર્વેલન્સ કર્યું હતું. નવરાત્રિ દરમિયાન જાહેર સ્થળોએ સુરક્ષા જળવાઈ રહે અને ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબાનો આનંદ માણી શકે તે હેતુ થી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular