Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકમિશનર સહિતના અધિકારીઓ દ્વારા વોર્ડ નં. 1ની મુલાકાત

કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા વોર્ડ નં. 1ની મુલાકાત

વોર્ડ નં. 1માં રોડ-રસ્તા-સફાઇ, ભૂગર્ભ ગટર સહિતના લોકોના પ્રશ્નો અંગે નિરિક્ષણ કરી લોકોની રજૂઆતો સાંભળી

- Advertisement -

વોર્ડ નં. 1ના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ ભૂગર્ભ ગટર અંગે પડતી પારાવાર મુશ્કેલીઓ અંગે વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદભાઇ પલેજાની સામાન્ય સભામાં તેમજ લેખિત તથા મૌખિક રજૂઆતના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સીટી ઇજનેર શૈલેષ જોષી, ઇજનેર કણસાગરા, અધિકારીઓની ટીમ સાથે વોર્ડ નં. 1ના કોર્પોરેટરો એડવોકેટ નુરમામદભાઇ પલેજા, કાસમભાઇ જોખીયા, જુબેદાબેન નોતિયાર તથા વોર્ડના આગેવાનો સાથે વોર્ડ નં. 1ના બેડીના નિચાણવાળા વિસ્તારો જેવા કે, ફારુકે આઝમ ચોક, હૈદરે કરાર ચોક, રેલવેના પાટાવાળો વિસ્તાર, ઇમામે આઝમ ચોક, થરી વિસ્તાર, હોળી ફળી, ગઢવાળી સ્કૂલવાળો વિસ્તાર અને ભૂગર્ભ ગટરનો સંપ બનાવવામાં આવેલ છે.

- Advertisement -

તે ઉપરાંત ખારી વિસ્તાર સુધી ચાલીને બધી જ જગ્યાએ રોડ, રસ્તા, સફાઇ અને ભૂગર્ભ ગટરથી ગંદકી અને પીવાના પાણીના ગટરના મિશ્રણ અંગે જાત નિરિક્ષણ કરી વિસ્તારના લોકોને તેઓની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી લગત અધિકારીઓને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

બેડી વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યા પછીના પ્રથમ વખત જ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી પોતાના અધિકારીઓની ટીમ સાથે જુદા જુદા વિસ્તારમાં બે કિ.મી. જેટલુ ચાલીને વિસ્તારના રોડ, પાણી ગટરના અને સફાઇ અંગેનું નિરિક્ષણ કરતાં તે વિસ્તારના લોકોએ હર્ષની લાગણી અનુભવી રુબરુ મુલાકાત માટે આવેલ કમિશનર તથા અધિકારીઓની ટીમ અને કોર્પોરેટરે એડવોકેટ નુરમામદભાઇ પલેજા, કાસમભાઇ જોખીયા તથા જુબેદાબેન નોતિયાર અને વોર્ડ નં. 1ની ટીમના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular