Monday, February 10, 2025
Homeરાજ્યજામનગરઆઈઆઈટી મુંબઇના કોર્ષ જામનગરમાં કરવા છે? જાણો વિગતો... - VIDEO

આઈઆઈટી મુંબઇના કોર્ષ જામનગરમાં કરવા છે? જાણો વિગતો… – VIDEO

- Advertisement -

જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે આઈઆઈટી મુંબઇના કોર્ષ કરી શકશે. 100 જેટલા વધુ નવા કોર્ષ ઉમેરાતા પોલીટેકનિક કોલેજ સહિત જામનગરના કોઇપણ વિદ્યાર્થીઓ આ કોર્ષનો લાભ લઇ શકશે અને તેના માટે કોઇપણ ફી ભરવાની નથી તેજ અન્ય અભ્યાસની સાથે સાથે ઘર બેઠા ઓનલાઈન આ અભ્યાસ કરી શકશે. જે માટે નવી એજ્યુકેશન પોલીસી અનુસાર જરૂરી ક્રેડીટ પણ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે.

- Advertisement -

હાલના સમયમાં ઉચ્ચ અભ્યાસનું મહત્વ દિવસને દિવસે વધતું જઈ રહ્યું છે. અનેક નવા કોર્ષો શિક્ષણક્ષેત્રે ઉપલબ્ધ થતા જાય છે. જેના થકી વિદ્યાર્થીઓ વિવિધ ફિલ્ડમાં પોતાની કાર્યકિર્દી બનાવી શકે છે. હવે ધીમે ધીમે આઈટીઆઈ, પોલીટેકનિકના ટેકનિકલ કર્ષોની માંગ અને મહત્વ પણ વધતુ જઈ રહ્યું છે. એવામાં આઈઆઈટી જેવી શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરવો એ વિદ્યાર્થી ની સાથે સાથે વાલીઓનું પણ સ્વપ્ન હોય છે કે તેમના સંતાનો ખ્યાતનામ સંસ્થાઓમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવી તેમની કારકિર્દી બનાવી શકે ત્યારે હવે જામનગરના વિદ્યાર્થીઓ ઘર બેઠા આઈટીઆઈટી મુંબઇના કોર્ષ કરી શકશે. આ અંગે ‘ખબર ગુજરાત’ દ્વારા સરકારી પોલીટેકનિક કોલેજ જામનગરના પ્રિનસીપાલન મુલાકાત કરી આ અંગે સમગ્ર માહિતી મેળવી હતી. જેના થકી જામનગરના વિદ્યાર્થીઓને શિક્ષણની તકો મળી શકશે.

- Advertisement -

સરકારી પોલીટેકનિક જામનગરના પ્રિન્સીપાલ એ.એમ. પટેલ એ જણાવ્યું હતું કે, સરકારી પોલીટેકનિક જામનગર અને આઈઆઈટી મુંબઇ વચ્ચે ગત તા.1 જાન્યુઆરી 2025 ના રોજ એમઓયુ થયા છે. જે અંતર્ગત સરકારી પોલીટેકનિક જામનગર ખાતે આઈઆઈટી મુંબઇના ઓનલાઈન કોર્ષ વિનામૂલ્યે ચલાવવામાં આવશે. આ કોર્ષમાં અતિઆધુનિક સોફટવેર અને ટેકનિકલ કોર્ષનો સમાવેશ થાય છે. આ વખતે 100 થી વધુ નવા કોર્ષ ઉમેરાતા વિદ્યાર્થીઓને નવા ટેકનિકલ વિષય તેમજ આધુનિક સોફટવેરનો વિનામૂલ્યે લાભ મળશે. આઈઆઈટી મુંબઇના એકસપટ પ્રોફેસર દ્વારા એનાલીસીસ કરી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા કોર્ષ ડીઝાઈન કર્યા છે.

આ કોર્ષમાં ઓનલાઈન આઈઆઈટી મુંબઇના પ્રોફેસરો ઓનલાઈન લેકચર આપશે. ત્યારબાદ ઓનલાઈન એકઝામ પણ યોજાશે. 30 દિવસનો કોર્ષનો સમયગાળો રહેશે. વિદ્યાર્થીઓ અનય કોર્ષ કરતા કરતા પણ ઘર બેઠા આ અભ્યાસ ની તકનો લાભ લઇ શકશે. ગત વર્ષે 2024 માં પણ સરકારી પોલીટેકનિક કોલેજ જામનગર અને આઈઆઈટી મુંબઇ વચ્ચે કોર્ષ માટે એમઓયુ થયા હતાં. જેમાં 1400 જેટલા વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે કોર્ષનો લાભ લીધો હતો. જે ગુજરાતમાં આઈઆઈટી મુંબઇના કોર્ષમાં સરકારી પોલીટેકનિક જામનગર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે રહી હતી. આ કોર્ષમાં જોડાવવા માટે સરકારી પોલીટેકનિક કોલેજ જામનગરના ટે્રનિંગ એનડ પ્લેસમેન્ટના આર એસ ઓઝાનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે અને ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા પણ કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular