Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગુજરાતમાં 1 અને પ ડિસેમ્બર બે તબક્કામાં મતદાન

ગુજરાતમાં 1 અને પ ડિસેમ્બર બે તબક્કામાં મતદાન

હાલારની 7 સહિત સૌરાષ્ટ્ર -કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબકકામાં મતદાન : બીજા તબકકામાં પ ડિસેમ્બરે મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન : કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ પહેલાં મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલિ : રાજયમાં કુલ 4,90,89,765 મતદારો : 8 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ : સમગ્ર રાજયમાં આજથી ચૂંટણી આચાર સંહિતા લાગુ

- Advertisement -

ગુજરાતમાં જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેની આજે આખરે જાહેરાત થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. જેમાં બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1લી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે. મહત્વનું છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતની તારીખોની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી હતી. ચૂંટણી પંચે પોતાની પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે મોરબીની ઘટનાને યાદ કરતા શ્રદ્ધાંજલિ પાઠવી હતી દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

- Advertisement -

આજે દિલ્હીમાં યોજાયેલી ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે મુજબ રાજયમાં 1 અને પ ડિસેમ્બર એમ બે તબકકામાં મતદાન યોજાશે. જામનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક માટે પ્રથમ તબકકામાં એટલે 1 ડિસેમ્બર ગુરૂવારે મતદાન યોજાશે. જે અંગેનું જાહેરનામું પાંચ નવેમ્બરે પ્રસિધ્ધ થશે. જયારે 14 નવેમ્બર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. 15 નવેમ્બરે ફોર્મની ચકાસણી બાદ 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તેવી જ રીતે બીજા તબકકામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની કુલ 93 બેઠકો માટે પાંચ ડિસેમ્બરે સોમવારે યોજાનારા મતદાન માટે 10 નવેમ્બરે જાહેરનામું પ્રસિધ્ધ થશે. જયારે 17 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 18 નવેમ્બરે ફોર્મની ચકાસણી બાદ 21 નવેેમ્બર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. રાજયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર રાજયમાં આજથી ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ જશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ 4 કરોડ 90 લાખ (4,90,89,765) મતદારો નોંધાયા છે. જેમાં 2.5 કરોડ (2,53,36,610) પુરુષ મતદારો અને 2.37 કરોડ (2,37,51,738) મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે.

આ સિવાય સર્વિસ ઇલેક્ટર્સ, ઙઠઉ અને પ્રથમ વખત વોટ કરનારાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત વોટ કરનારાની સંખ્યા 4,61,494 છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તેમાં 40 બેઠકો અનામત છે. 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે.

- Advertisement -

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે.

ચૂંટણીપંચે આખરી મતદારયાદી તૈયાર કરી છે, જેમાં ચૂંટણીપંચની વિગતો અનુસાર, ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદાર નોંધાયા છે, જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતો. તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે. જ્યારે 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે, તેમજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular