Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભારતીય જનતા પાર્ટી પુર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુની જામનગર ખાતે મુલાકાત -...

ભારતીય જનતા પાર્ટી પુર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુની જામનગર ખાતે મુલાકાત – VIDEO

જામનગરમાં 1લી તારીખે યોજાશે જનસભા

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુએ જામનગરની મુલાકાત લીધીહ તી. જે દરમિયાન તેમની સાથે મહામંત્રી વિજયસિંહ જેઠવા, મીડિયા સેલ ક્ધવીનર ભાર્ગવ ઠાકર, સહક્ધવીનર દિપાબેન સોની, નિકુલ ગઢવી તેજશ ગોરસિયા પણ હાજર રહ્યાં હતાં અને તેમણે પત્રકારોની સાથે વાતચીત કરી હતી.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી નવી દિલ્હી પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ વિશે વાત કરીએ તો તેમણે વૈંકેયા નાયડુ, રાજનાથ સિંહ, લાલ કૃષ્ણ અડવાણી, નીતિન ગડકરી અધ્યક્ષો સાથે કેન્દ્રીય કાર્યાલય મંત્રીના મુખ્યાલય પ્રભાર 2001 થી 2011 સુધી સંભાળ્યો હતો. જ્યારે 2011 થી 2015 સુધી રાષ્ટ્રીય મંત્રી રહ્યાં હતાં. 2015 થી 2023 સુધી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયારે ગુજરાતમાં લોકસભા, વિધાનસભા ચૂંટણી નિમિત્તે ઘણીવાર જવાબદારી સંભાળી ચૂકયા છે. હાલમાં તેઓ શ્યામાપ્રસાદ મુખજી ફાઉન્ડેશનના કોષાધ્યક્ષ છે. હિમાચલ, પંજાબ, ચંડીગઢ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોની જવાબદારી છે. મધર ટેરેસા યુની યુકે દ્વારા કુશલ રાજનીતિક પ્રબંધન માટે ડોકટર પદવી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત ઘણીબધી જવાબદારી સંભાળી રહેલા શ્યામા જાજુએ 1975 માં ઇમરજન્સી સમયે પોતાના તેમજ પોતે અલગ અલગ જેલોમાં રહ્યાં હતાં.

- Advertisement -

તેઓ હાલ જામનગરના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક પાર્ટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપના બુથ સબસે મજબુત યોજનાથી દસ લાખ લોકોને જોડયા છે. કચ્છ, રાજકોટ, પોરબંદર અને જામનગર પાર્લામેન્ટમાં તેમની નિમણૂંક કરાઈ છે. અત્યાર સુધીમાં તેમણે ચારેય જગ્યાના પ્રવાસો પૂરા કર્યા તે દરમિયાન તેમણે જોયું કે, કાર્યકર્તાની સાથે સાથે લોકોમાં પણ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મોદી સરકારની સફળતાના નવ વર્ષની ઉજણવી કરી હતી. ત્યારે પુરા ગુજરાતમાં આ ઉજવણીને અનુલક્ષીને ઘણાં કાર્યક્રમો થઈ રહ્યા છે. ઘર-ઘર સુધી જઇને જનસંપર્ક કરવો લોકોમાં જાગૃતી લાવવી, જન સભા કરવી, પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન કરવું, કાર્યકર્તા અને પાર્ટીના જૂના લોકો સુધી પહોંચીને તેમને મળવું વગેરે જેવા કાર્યક્રમો કરાયા છે. જેના અનુલક્ષીને 1લી તારીખે જામનગરમાં પણ થવાની છે.

આમ, આવનારા દિવસોમાં ચૂંટણીની તૈયારીઓ સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે. કાર્યકર્તાને મળતો રીસ્પોન્સ બતાવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના સફળતાના મોદી શાસનના નવ વર્ષ લોકોને સંતોષ આપ્યો છે અને લોકો ઉત્સાહથી તેમની સાથે જોડાઈ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular