Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરવિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈનું જામનગરમાં સન્માન

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈનું જામનગરમાં સન્માન

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ સૌપ્રથમ હાલારના આંગણે આવતા ભરતભાઈ મોદીનું વિશ્ર્વ હિન્દુ પરિષદ જામનગરના હોદ્દેદારો – અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા. ભરતભાઈ મોદી અગાઉ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ ઉપરાંત હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્થાન માટે લાંબા સમયથી સેવા આપી રહ્યા હતા. જૂનાગઢ ખાતે મળેલી રાષ્ટ્રિય કાર્યકારણીની બેઠકમાં ગુજરાતના સૌથી વધુ 18 જિલ્લાઓના સયુંકત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સ્થાને ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા અગ્રણી વેપારી અગ્રણી અને લોહાણા સમાજના ભામાશા એવા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભરતભાઇ મોદી ની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર આવી પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ ભરતભાઈ મોદીનું સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપાધ્યક્ષ રમેશભાઇ તારપરા, કોષાધ્યક્ષ અને શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ધર્મેશભાઈ ગોંડલીયા, જિલ્લા સહમંત્રી રવીન્દ્રભાઈ કુંભારાણા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગદળ જામનગર જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા, બજરંગદળ જિલ્લા સહસંયોજક વિશાલભાઈ હરવરા સહિતના અગ્રણી હોદ્દેદારોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular