ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન જ્યારે બહેન પોતાની રક્ષા માટે ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે આ પર્વની વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃશક્તિ જામનગર જિલ્લા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા ક્ષેત્રમાં આપણી રક્ષા માટે સતત ખડે પગ રહેતા પોલીસ, ડોક્ટર્સ ,વકીલો, આરએસએસ કાર્યકર્તા, ટ્રાફિક પોલીસ , શિક્ષકો, મંદિર સહિતના વિવિધ ક્ષેત્રમાં રક્ષાસૂત્ર બાંધી તેમના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી હતી આ તકે બહેનો દ્વારા જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વી કે પંડ્યા, નિવાસી અધિક કલેકટર ભાવેશ ખેર, સબ એડિટર પારુલ કાનગળ,સંઘ અધિકારી અને સબ રજીસ્ટર ઓફિસર યુવરાજસિંહ રાણા સહિત જુદા જુદા ક્ષેત્ર ના અધિકારીઓ તેમજ કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, સૌરાષ્ટ્ર પ્રાંત ટોલી સદસ્ય કૃપાબેન લાલ, જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ પ્રફુલાબેન અગ્રાવત, માતૃશક્તિ જામનગર મહાનગર સંયોજિકા વર્ષાબેન નંદા, દુર્ગાવાહિની સંયોજિકા ભક્તિબેન પરમાર, રેખાબેન લાખાણી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


