રાજકોટની દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ અર્થે જામનગરમાં મંગળવારે વિષ્ણુશાસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના ગેમઝોનની કરુણાંતિકામાં મોતને ભેટેલા હતભાગીઓના આત્માની શાંતિ અર્થે ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા નાગેશ્વર મહાદેવ, ખોડિયાર માતાજી મંદિર, જામનગર ખાતે વિષ્ણુશાસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ કપિલ પંડયા, મીડીયા વિભાગના સચિન જોશી, જ્યોતિષાચાર્ય જીગરભાઇ પંડયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.